ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 26, 2024 7:02 પી એમ(PM)

printer

બાંગ્લાદેશમાં, પોલિસ સત્તાવાળાઓએ ઇસ્કોન પુંડરીક ધામના ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીના ભક્તો અને અનુયાયીઓ પર લાઠીચાર્જ કર્યો હતો

બાંગ્લાદેશમાં, પોલિસ સત્તાવાળાઓએ ઇસ્કોન પુંડરીક ધામના ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીના ભક્તો અને અનુયાયીઓ પર લાઠીચાર્જ કર્યો હતો અને સાઉન્ડ ગ્રેનેડ ચલાવ્યા હતા. તેઓ પોતાનાં ધાર્મિક ગુરુની મુક્તિની માંગણી સાથે ચિત્તાગોંગ મેજિસ્ટ્રેટ કોર્ટના પરિસરમાં એકઠા થયા હતા.અગાઉ, આજે સવારે ચિત્તાગોંગ મેટ્રોપોલિટન અદાલતે ચિન્મય પ્રભુની જામીન અરજી ફગાવીને તેમને જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે ઢાકા પોલિસે બાંગ્લાદેશ સંમિલિતા સનાતની જાગરણ મંચના પ્રવક્તા ચિન્મય પ્રભુની ઢાકા વિમાનમથક પરથી તેની ધરપકડ કરી હતી.    તેમની ધરપકડને પગલે હિન્દુ સમુદાયની હજારો સ્ત્રી પુરૂષોએ ચેરાગી પહાડવિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.ઢાકા, રંગપુર, ખુલના, કોક્સ બજાર અને અન્ય શહેરોમાં હિન્દુ સમુદાયે રેલી યોજી હતી.