બાંગ્લાદેશમાં,સનાતન જાગરણ મંચે શુક્રવારે ચટ્ટોગ્રામમાં એક વિશાળ રેલી યોજી હતી, જેમાં ઇસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી સહિત 19 લોકોસામે દાખલ કરાયેલ “ખોટો” કેસ પાછો ખેંચવાની માંગણી કરી હતી. સનાતન જાગરણ મંચે બે દિવસનું અલ્ટીમેટમ જાહેર કર્યું હતું અને જો આગામી સોમવાર સુધીમાં કેસ પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કરવાની ચીમકી આપી હતી. ચિન્મય કૃષ્ણ દાસસનાતન જાગરણ મંચના પ્રવક્તા છે, જેમણે બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓના અધિકારોની હિમાયત કરી હતી શુક્રવારે હજારો હિંદુઓ તેમની આઠ મુદ્દાની માંગ સાથે ચિત્તાગોંગ માં રેલીમાં જોડાયા હતા.અમારા બાંગ્લાદેશના સંવાદદાતા નવસંગ પરમારે જણાવ્યું હતું કે રેલીને સંબોધતા,સનાતન જાગરણ મંચના આયોજકોમાંના એક ગૌરાંગા દાસ બ્રહ્મચારીએ કહ્યું કે તેઓ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડાપ્રો. મુહમ્મદ યુનુસને ખોટા કેસ પાછા ખેંચવા માટે મેમોરેન્ડમ આપશે અને જો તેમ નહીંથાય તો તેઓ સમગ્ર દેશમાં વધુ સખત કાર્યક્રમ જાહેર કરશે.તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસે લોકોને શાંતિપૂર્ણ રેલીમાં જોડાતાં અટકાવ્યા હતા.
Site Admin | નવેમ્બર 2, 2024 7:25 પી એમ(PM)
બાંગ્લાદેશમાં,સનાતન જાગરણ મંચે શુક્રવારે ચટ્ટોગ્રામમાં એક વિશાળ રેલી યોજી હતી, જેમાં ઇસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી સહિત 19 લોકોસામે દાખલ કરાયેલ “ખોટો” કેસ પાછો ખેંચવાની માંગણી કરી હતી
