ફેબ્રુવારી 23, 2025 7:04 પી એમ(PM)

printer

બાંગ્લાદેશમાં,અનેક મેડિકલ કોલેજ-હોસ્પિટલોના નિવાસી તબીબોએ આજે ‘સંપૂર્ણબંધ’ પાળ્યો હતો

બાંગ્લાદેશમાં,અનેક મેડિકલ કોલેજ-હોસ્પિટલોના નિવાસી તબીબોએ આજે ‘સંપૂર્ણબંધ’ પાળ્યો હતો. જેમાં આરોગ્યસંભાળ ક્ષેત્રમાં સુધારા સહિતની તેમની પાંચ-મુદ્દાની માંગણીઓ પૂર્ણ કરવાનીમાંગ કરાઇ હતી. નિવાસી તબીબ પરિષદ દ્વારા શરૂ કરાયેલી આ હડતાળથી દાખલ દર્દીઓની સારવાર પર ગંભીર અસર પડી હતી.એક નિવેદનમાં, નિવાસી તબીબ પરિષદે આરોગ્યસંભાળ ક્ષેત્રના સુધારા અંગે હાઇકોર્ટના આદેશમાં વારંવાર વિલંબની નિંદા કરી. તેમણે આરોપ લગાવ્યો કે ફક્ત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ધરાવતા લોકો ગેરકાયદેસર રીતે ‘ડોક્ટર’ પદનો ઉપયોગ કરી રહ્યા છે.