ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે આજે પ્રધાનમંત્રી મોદીને ફોન કરીને તેમના દેશમાં હિન્દુઓની સુરક્ષાની ખાતરી આપી

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને તેમના દેશમાં હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષાની ખાતરી આપી છે. વાતચીત દરમિયાન તેઓએ વર્તમાન પરિસ્થિતિ પરવિચારોનું આદાન-પ્રદાન કર્યું, લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. તેમણે વિવિધ વિકાસ પહેલો દ્વારા બાંગ્લાદેશના લોકોને સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.  પ્રધાનમંત્રી  મોદીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતી સમુદાયોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના મહત્વ પર  ભાર મૂક્યો  હતો . બંને નેતાઓએ સંબંધિત રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને અનુરૂપ દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા બાબતે પણ ચર્ચા કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.