ડિસેમ્બર 30, 2025 2:20 પી એમ(PM)

printer

બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી બેગમ ખાલિદા ઝિયાને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા ગણાવીને તેમના નિધન પર શોક વ્યક્ત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષના પ્રમુખ બેગમ ખાલિદા ઝિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે બાંગ્લાદેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે, દેશના વિકાસ અને ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.
પ્રધાનમંત્રીએ 2015 માં ઢાકામાં તેમની સાથેની તેમની સૌહાર્દપૂર્ણ મુલાકાતને યાદ કરી આશા વ્યક્ત કરી કે તેમના દ્રષ્ટિકોણ અને વારસો બંને દેશો વચ્ચેની ભાગીદારીને માર્ગદર્શન આપતો રહેશે.