ડિસેમ્બર 30, 2025 9:23 એ એમ (AM)

printer

બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા ઝિયાનું ઢાકામાં નિધન

બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને બીએનપી અધ્યક્ષ ખાલિદા ઝિયાનું આજે સવારે ઢાકાની એક હોસ્પિટલમાં નિધન થયું.તેઓ 80 વર્ષના હતા. બીએનપી દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો. બીએનપીના મીડિયા સેલે જણાવ્યું હતું કે, ખાલિદા ઝિયાનું નિધન એક ખાનગી હોસ્પિટલમાં તબીબી સંભાળ દરમિયાન થયું હતું. બે વખત પ્રધાનમંત્રી રહેલા ખાલિદા ઝિયા દાયકાઓ સુધી બાંગ્લાદેશના રાજકારણમાં સૌથી અગ્રણી વ્યક્તિઓમાંના એક હતા અને ઘણા વર્ષો સુધી બીએનપી અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.