બાંગ્લાદેશમાં ઇન્કિલાબ મંચના નેતા શરીફ ઉસ્માન હાદીને, શનિવારે ઢાકા યુનિવર્સિટીમાં દેશના રાષ્ટ્રીય કવિ કાઝી નજરુલ ઇસ્લામની કબર પાસે દફનાવવામાં આવ્યા હતા.
બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીના, હાદીના મૃત્યુ પછી દેશમાં ફાટી નીકળેલી હિંસાથી ખૂબ જ દુઃખી છે. તેમનું કહેવું છે કે, યુનુસ સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ ગઈ અને દેશને અરાજકતા તરફ દોરી રહી છે.
મીડિયા અહેવાલોમાં યુનુસ સરકાર પર, લોકશાહીને નબળી પાડવાનો અને રાજકીય રીતે પ્રેરિત નિર્ણયો લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અવામી લીગના વડા શેખ હસીનાએ કહ્યું કે, તેમની સામે ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા ન્યાય નથી પરંતુ રાજકીય બદલો લેવાનું સાધન છે.
Site Admin | ડિસેમ્બર 22, 2025 1:43 પી એમ(PM)
બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીનાએ યુનુસ સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ ગઈ હોવાનો અને દેશને અરાજકતા તરફ ધકેલતી હોવાનો આરોપ લગાવ્યો