બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ-1 એ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના અને તેમના ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે મૃત્યુદંડની સજા ફરમાવી છે. અદાલતે આજે ઢાકામાં કડક સુરક્ષા હેઠળ આ ચુકાદો સંભળાવ્યો. 453 પાનાના ચુકાદામાં હસીનાને જુલાઈ-ઓગસ્ટ 2024ના બળવા દરમિયાન વિદ્યાર્થી આંદોલનકારીઓ સામે ઘાતક કાર્યવાહીનો આદેશ આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમને ઉશ્કેરણી, ગુનાહિત ષડયંત્ર અને અત્યાચાર અટકાવવામાં નિષ્ફળતા સહિત અનેક ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા.
ટ્રાયલ દરમિયાન સરકારી સાક્ષી બનેલા ભૂતપૂર્વ પોલીસ વડા ચૌધરી અબ્દુલ્લા અલ-મામુનને પાંચ વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી હતી.હાલમાં દેશનિકાલમાં રહેતી 78 વર્ષીય હસીનાએ ચુકાદાની જાહેરાત થયા પછી તેની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે ચુકાદો “લોકશાહી આદેશ વિનાની બિનચૂંટાયેલી સરકાર દ્વારા આપવામાં આવેલ પૂર્વનિર્ધારિત નિષ્કર્ષ હતો.”
Site Admin | નવેમ્બર 17, 2025 7:45 પી એમ(PM)
બાંગ્લાદેશનાં પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીના અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલને દેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે મૃત્યુદંડની સજા ફરમાવી