ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 19, 2024 2:43 પી એમ(PM) | બાંગલાદેશ

printer

બાંગલાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત સામે વિદ્યાર્થીઓનું આંદોલન વધુ હિંસક બનતાં સમાચાર ચેનલો બંધ કરવામાં આવી

બાંગલાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત સામે વિદ્યાર્થીઓનું આંદોલન વધુ હિંસક બનતાં સમાચાર ચેનલો બંધ કરવામાં આવી હતી અને સંદેશાવ્યવહાર સેવાઓ ખોરવાઈ ગયો હતો..
ફ્રાન્સની સમાચાર સંસ્થા એએફપીનાં અહેવાલ પ્રમાણે ગુરૂવારે શરૂ થયેલી હિંસાનો મૃત્યુઆંક વધીને 39 થયો છે. જો કે સરકારે આ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.
શુક્રવારે દેશનાં કેટલાંક ભાગોમાં નવેસરથી હિંસા ફાટી નીકળી હતી. દેખાવકારોને વિખેરવા પોલિસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
સરકારની વિવાદાસ્પદ અનામત પ્રથા સામે વિદ્યાર્થીઓમાં રોષ ફેલાતા આંદોલન શરૂ થયું હતું, પણ કેટલાંક વિશ્લેષકોનાં કહેવા પ્રમાણે ઊંચો ફુગાવો, વધતી જતી બેરોજગારી અને ઘટતા જતા વિદેશી હૂંડિયામણ જેવાં પરિબળોએ પણ હિંસાને વેગ આપ્યો છે.