ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 6, 2024 2:31 પી એમ(PM) | બાંગ્લાદેશ

printer

બાંગલાદેશની ભૂ-રાજકીય સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક યોજી

બાંગ્લાદેશમાં તણાવની સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠક દરમિયાન કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે બાંગ્લાદેશની સ્થિતિ વિશે માહિતી આપી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. જયશંકરે સર્વપક્ષીય બેઠકમાં સમર્થન આપવા બદલ તમામ પક્ષોની સરાહના કરી હતી.
આ બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ, આરોગ્ય મંત્રી જે પી. નડ્ડા ઉપરાંત વિપક્ષમાંથી કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, તૃણમૂલ કૉંગ્રેસના નેતા સુદિપ બંદોપાધ્યાય, NCP નેતા સુપ્રીયા સુલે, RJD નેતા મિસા ભારતી, સપા નેતા રામગોપાલ યાદવ અને DMK નેતાટી. આર. બાલુ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે બાંગ્લાદેશની સ્થિતિ પર બપોરે 3.30 કલાકે લોકસભામાં નિવેદન આપશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.