બાંગલાદેશના ઢાકામાં ભારતના હાઇ કમિશને ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે સલાહ જારી કરી છે. કમિશને તેની એડવાઇઝરીમાં કહ્યું છે કે, બાંગલાદેશની વર્તમાન સ્થિતને ધ્યાનમાં રાખતા ત્યાં રહેતા ભારતીય સમુદાયના સભ્યો અને વિદ્યાર્થીઓને સ્થાનિક મુસાફરી ટાળવાની અને ઘરની બહાર અવરજવર મર્યાદિત કરવાની સલાહ આપવામાં આવે છે.
હાઇ કમિશને વધુમાં જણાવ્યું છે કે, કટોકટીની સ્થિતિમાં અથવા કોઈ પણ મદદ માટે ભારતીય નાગરિકો હાઇ કમિશન અને આસિસ્ટન્ટ હાઇ કમિશનનો ગમે ત્યારે સંપર્ક સાધી શકે છે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 8:23 પી એમ(PM)
બાંગલાદેશના ઢાકામાં ભારતના હાઇ કમિશને ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે સલાહ જારી કરી છે
