બહેરીનની રાજધાની મનામા-માં ચાલી રહેલી ઍશિયન યુવા રમતોમાં ભારતીય પહેલવાન મોની અને જયવીર સિંહે આજે કુશ્તીમાં ભવ્ય પ્રદર્શન કરીને સુવર્ણ ચંદ્રક જીત્યો છે. છોકરાઓના 55 કિલો ફ્રી-સ્ટાઈલ વર્ગમાં જયવીર સિંહે સુવર્ણ ચંદ્રક માટેના મુકાબલામાં જાપાનના યામાતો ફુરુસાવાને છ પૉઈન્ટથી હરાવ્યા હતા. આ પહેલા સેમિ-ફાઈનલમાં જયવીર સિંહે કઝાખસ્તાનના ઇબ્રાહિમ યસ્કાક-બેકને પાંચ શૂન્યથી હરાવ્યા હતા.
બીજી તરફ, છોકરીઓની 57 કિલો ફ્રી-સ્ટાઈલ ફાઈનલમાં મોનીએ ટૅક્નિકલ શ્રેષ્ઠતાના આધારે કિર્ગીસ્તાનનાં સેજિમ કુર્માન-બેકોવના ઝોલદોશ-બેકોવાને 10 શૂન્યથી હરાવી સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ પહેલાં તેમણે સેમિ-ફાઈનલમાં ચીનનાં ઝિયોઓહાન ઝૂ-ને આઠ શૂન્યથી હરાવ્યાં હતાં.
Site Admin | ઓક્ટોબર 30, 2025 6:39 એ એમ (AM)
બહેરીનની રાજધાની મનામા-માં ચાલી રહેલી ઍશિયન યુવા રમતોમાં ભારતીય પહેલવાન મોની અને જયવીર સિંહે આજે કુશ્તીમાં ભવ્ય પ્રદર્શન કરીને સુવર્ણ ચંદ્રક જીત્યો