ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 23, 2025 9:14 એ એમ (AM)

printer

બલ્ગેરિયામાં અંડર-20 વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતની કાજલ દોચકે સુવર્ણ ચંદ્રક, તેમજ શ્રુતિ અને સારિકાએ કાંસ્ય ચંદ્રક જીતી લીધા

બલ્ગેરિયાના સમોકોવમાં યોજાયેલી અંડર-20 વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતની કાજલ દોચકેએ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, જ્યારે શ્રુતિ અને સારિકાએ કાંસ્ય ચંદ્રક જીત્યા હતા.વર્તમાન અંડર-20 એશિયન ચેમ્પિયન 17 વર્ષીય કાજલે 72 કિગ્રા વજનના ફાઇનલમાં ચીનની યુકી લિયુને 8-6થી હરાવી હતી. સારિકાએ મહિલાઓના 53 કિગ્રા વજન વર્ગમાં પોલેન્ડની ઇલોના વોલ્કઝુકને હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જ્યારે શ્રુતિએ 50 કિગ્રા વજન વર્ગમાં જર્મનીની જોસેફાઇન રેન્ચને 6-0થી હરાવી હતી.ભારતીય કુસ્તીબાજોએ અત્યાર સુધીમાં સ્પર્ધામાં નવ ચંદ્રક જીત્યા છે જેમાં બે સુવર્ણ, ચાર રજત અને ત્રણ કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે.