પાકિસ્તાનમાં તાજેતરમાં જાફર એક્સપ્રેસ ટ્રેનના પ્રવાસીઓને બંધક બનાવનાર બલોચ મુક્તિ સેના – BLA એ દાવો કર્યો છે કે તેમણે તમામ 214 બંધકોની હત્યા કરી છે. BLA ના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું છે કે 48 કલાકમાં બંધકોના આદાનપ્રદાન અંગે પાકિસ્તાની સેનાએ યોગ્ય પ્રતિભાવ ન આપતા આ હત્યા કરાઇ છે.
જો કે પાકિસ્તાની સલામતી દળોએ અગાઉ એવો દાવો કર્યો હતો કે બલુચ હુમલાખોરો સામેની કાર્યવાહીમાં BLA દ્વારા બંધક બનાવાયેલા ટ્રેનના 346 મુસાફરોને સલામત રીતે મુક્ત કરાયા છે અને 33 હુમલાખોરોને ઠાર કરાયા છે.