બર્મિંઘમમાં ઍન્ડરસન-તેંડુલકર ક્રિકેટ શ્રેણીની બીજી ટૅસ્ટ મૅચના આજે બીજા દિવસે ભારત, ઇંગ્લૅન્ડ સામે પાંચ વિકેટ પર 310 રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કરશે. સુકાની શુબમન ગિલ 114 રન અને રવિન્દ્ર જાડેજા 41 રન બનાવીને રમતમાં છે.
જ્યારે યશસ્વી જયસ્વાલે ગઈકલે 87 રન બનાવ્યા. ઇંગ્લૅન્ડના ક્રિસ વૉક્સે બે વિકેટ લીધી. ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, પાંચ મૅચની શ્રેણીમાં ઇંગ્લૅન્ડ એક-શૂન્યથી આગળ છે.
Site Admin | જુલાઇ 3, 2025 1:59 પી એમ(PM)
બર્મિઘમમાં ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ભારત આજે પાંચ વિકેટે 310 રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કરશે.
