ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 26, 2024 7:26 પી એમ(PM)

printer

બરડાના જંગલમાં અતિ દુર્લભ એવું સફેદ વન લલેડુ પક્ષી જોવા મળ્યું

બરડાના જંગલમાં અતિ દુર્લભ એવું સફેદ વન લલેડુ પક્ષી જોવા મળ્યું છે. આ સફેદ પક્ષી અત્યાર સુધીમાં એકજ પક્ષી બરડામાં જોવા મળ્યું છે. વેટરનરી ડો. વિજય ખુંટી અને આર.એફ.ઓ મલય મણીયાર સાંજના સમયે બરડા જંગલમા જઈ રહયા હતા ત્યારે ખંભાળા નાકા ની નજીક ડો. વિજયની નજર એક સફેદ પક્ષી પર પડતા તેણે તરત જ વાહન ઉભુ રખાવી દીધુ. આવુ પક્ષી પહેલા કયારેય જોવા મળ્યું ન હતુ. કેમેરા દ્વારા પક્ષીનો ફોટો લઈ અને જોયુ તો આ પક્ષી વન લલેડુ હતુ. વન લલેડુ સામાન્ય રીતે રાખોડી કલરનું હોય છે પરંતુ આ અલ્બીનો વન લલેડુ હતુ. જે સામાન્ય રીતે જોવા મળતા નથી. બહુ જ દુર્લભ ગણાતુ પક્ષી આ બરડા જંગલમાં જોવા મળે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ