ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 17, 2025 9:08 એ એમ (AM)

printer

બનાસ ડેરીની ચૂંટણી આગામી દસમી ઓક્ટોબરના રોજ યોજાશે

બનાસકાંઠા જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. પાલનપુરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી અંગે ચૂંટણી અધિકારી તથા જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા, પાલનપુર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા મોકલવામાં આવેલી કામચલાઉ મતદાર યાદી અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.ઉમેદવારી પત્રો ૨૨મી સપ્ટેમ્બર દરમિયાન દરરોજ સવારે 11 કલાકથી બપોરે ત્રણ કલાક કલાક સુધી સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 23મી સપ્ટેમ્બરે, ઉમેદવારી પત્રોની યાદી 24 અને ઉમેદવારી 29મી સુધી પરત ખેંચી શકાશે. આ ચૂંટણીનું મતદાન દસમી ઓક્ટોબરના રોજ સવારે નવથી પાંચ કલાક સુધીનું રહેશે. મતગણતરી 11મી ઓક્ટોબરે કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાશે.