હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે. તો માછીમારોને 22 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના છે.
રાજ્યમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પોણા બે ઈંચ જેટલો વરસાદ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં થયાના અહેવાલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ સરેરાશ 51 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. દરમિયાન સૌથી વધુ 58 ટકા જેટલો વરસાદ કચ્છ વિસ્તારમાં અને સૌથી ઓછો 48 ટકા જેટલો વરસાદ ઉત્તર ગુજરાતમાં વરસ્યો છે.
બીજી તરફ, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા નિગમ યોજનામાં કુલ સંગ્રહ ક્ષમતાના 55 ટકા જેટલી ભરાઈ છે. જ્યારે રાજ્યમાં હાલ 26 બંધ 100 ટકા, 60 બંધ 70થી 100 ટકા અને 37 બંધ 50થી 70 ટકા ભરાયાના અહેવાલ છે. તો 42 બંધ ભારે ચેતવણી અને 21 બંધ ચેતવણી પર છે.
Site Admin | જુલાઇ 18, 2025 6:55 પી એમ(PM)
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના છુટાછવાયા સ્થળો પર આવતીકાલે ભારે વરસાદની આગાહી