હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દરમિયાન આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ આવતીકાલે ભારે વરસાદ થઈ શકે છે. બીજી તરફ, માછીમારોને આગામી 31 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
તો રાજ્યમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં 177 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ સવા દસ ઈંચ જેટલો વરસાદ અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકામાં નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 58 ટકાથી વધુ વરસાદ થયો છે.
Site Admin | જુલાઇ 27, 2025 7:10 પી એમ(PM)
બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આવતીકાલે અતિભારે વરસાદની સંભાવના
