ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 9, 2024 7:06 પી એમ(PM) | banaskantha | Election News | vav by election

printer

બનાસકાંઠા: વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં માટે પ્રચાર વેગવંતો બન્યો

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ત્રિ-પાંખીયા ચૂંટણી જંગમાં પ્રચાર વેગવંતો બન્યો છે. ઉમેદવારો દ્વારા ગામડે-ગામડે સભાઓ કરાઇ રહી છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે ખડોલ, ચાળા, લિંબાળા અને જેલાણા સહિત 13 સભાઓ કરી, તો બીજી તરફ મંત્રી ભીખુસિંહ પરમાર અને અલ્પેશ ઠાકોરે પણ સ્વરૂપજી ઠાકોરના પ્રચારના સનેખડા, અને કુવાળા સહિતના વિવિધ ગામોમાં ચૂંટણી સભાઓ ગજવી.

અપક્ષ ઉમેદવાર માવજી પટેલે યુવા મતદારોને આકર્ષવા આજે ટીમા ગામેથી વિશાળ બાઇક રેલી યોજીને વાવના અનેક ગામોમાં સભાઓ કરી તો કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ગોસણ, તનવાડ અને યાત્રા સહિતના વિવિધ ગામોમાં ચૂંટણી સભાઓ સંબોધી, મતદારોને આકર્ષી જન આશીર્વાદ મેળવી રહ્યા છે.