હવામાન ખાતાએ આગામી 29 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મોરબીમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ સિવાય કચ્છ, દેવભૂમિદ્વારકા, જામનગર, ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ સહિતના જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. માછીમારોને પણ 28 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.રાજ્યમાં ફરી વરસાદનું જોર વધતાં ગઈકાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં 222 તાલુકામાં વરસાદ થયો. સૌથી વધુ ચાર ઇંચ જેટલો વરસાદ છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં થયાના અહેવાલ છે. જ્યારે વડોદરાના ડભોઈ, સાબરકાંઠાના ઇડર, પાટણના રાધનપુર અને બનાસકાંઠાના દાંતામાં સરેરાશ ત્રણથી સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 82 ટકા થઈ ગયો છે.
Site Admin | ઓગસ્ટ 25, 2025 9:37 એ એમ (AM)
બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મોરબીમાં આજે અતિભારે વરસાદની આગાહી
