બનાસકાંઠા જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને પાલનપુર ખાતે જિલ્લા ખાદ્ય સુરક્ષા સલાહકાર સમિતિની એક બેઠક યોજાઈ. આ બેઠકમાં ફુડ સેફટી વિભાગની ગત વર્ષ દરમ્યાન થયેલ વિવિધ કામગીરીની સમીક્ષા કરાઈ હતી.
કલેક્ટરશ્રીએ ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાને સુનિશ્ચિત કરવા તથા સ્વચ્છતા,નિયમન પર ખાસ ભાર મૂકવા જણાવ્યું હતું. ખાદ્ય સુરક્ષા નિયમોનો ભંગ કરનારાઓ તેમજ વેપારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેમ ઉમેર્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 7:16 પી એમ(PM)
બનાસકાંઠા જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને પાલનપુર ખાતે જિલ્લા ખાદ્ય સુરક્ષા સલાહકાર સમિતિની એક બેઠક યોજાઈ
