બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજ રેતી ખનન કરતાં તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા બિનઅધિકૃત ખનીજ પ્રવૃતિને અટકાવવા સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. જે અંતર્ગત બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે રેતી વહન કરતાં ૧૦૦ થી વધુ ડમ્પર અને ટ્રેલરોને ઝડપી મોટી ખનીજ ચોરી અટકાવી છે.
કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમ સાથે મહેસાણા, પાટણ, અમદાવાદ જિલ્લાની તપાસ ટીમો તેમજ ગાંધીનગર ફલાઈગ સ્કવોર્ડ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
તપાસ ટીમોએ તમામ વાહનોનું ચેકીંગ કરતાં મોટાભાગના વાહનો રોયલ્ટી વગર જણાયા હતા. જેથી ભૂસ્તર વિભાગની ટીમોએ તપાસ કરી હાલ ૧૦૦ જેટલા ડમ્પર અને ટ્રેલરોને સ્થળ પર સીઝ કર્યા છે. જ્યારે ડીસા તાલુકાના મહાદેવયાની બનાસ નદી પટમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન, વહન કરતાં 1 ડમ્પર, એક હિટાચી મશીન તેમજ લોડર મશીન સીઝ કરવામાં આવ્યુ છે.
Site Admin | સપ્ટેમ્બર 12, 2024 11:47 એ એમ (AM)
બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજ રેતી ખનન કરતાં તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
