બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. સવારે 7 કલાક થી મતદાન શરૂ થયું હતું. જેમાં સાંજે 6 વાગ્યા સુધી મતદારો એ શાંતિ પૂર્ણ માહોલમાં મતાધિકાર નો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. આ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ સહિત કુલ 10 ઉમેદવારો મેદાનમાં હતા.
ચૂંટણી પંચ દ્વારા સાંજે 5 વાગ્યા સુધીના જાહેર કરાયેલા આંકડા અનુસાર કુલ 67.13 ટકા મતદાન થયું છે. સરહદી વિસ્તાર માં યુવાનો થી લઈ વડીલો, મહિલાઓ એ ઉત્સાહ સાથે મતદાન કર્યુ હતું.. વાવનના 321 બુથ પર ઉમેદવારો નું ભાવિ evm મા સિલ થયું હતું.23 તારીખે મતગણતરી હાથ ધરવામાં આવશે તેમ અમારા બનાસકાંઠાના પ્રતિનિધિ સવજી ચૌધરીએ માહિતી આપી હતી.
Site Admin | નવેમ્બર 13, 2024 7:20 પી એમ(PM)
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું
