ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે.

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. આ ચૂંટણીમાં 3 લાખ 10 હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વાવ વિધાનસભા મતવિસ્તારના ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ મતદાન મથકો પર મતદાન યોજાઈ રહ્યું છે. મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે. મતદાન માટે ૩૨૧ બેલેટ યુનિટ, ૩૨૧ કન્ટ્રોલ યુનિટ અને ૩૨૧ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે .૨૩ નવેમ્બરનાં રોજ પરિણામ જાહેર થશે.