ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 27, 2024 3:15 પી એમ(PM) | મતદાર યાદી

printer

બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા મત વિભાગ માટે પહેલી જાન્યુઆરી, 2025ની લાયકાતની તારીખના સંદર્ભે ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો

બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા મત વિભાગ માટે પહેલી જાન્યુઆરી, 2025ની લાયકાતની તારીખના સંદર્ભે ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે.
જે અંતર્ગત સંકલિત મતદાર યાદી મુસદ્દો આજે જાહેર કરાયો છે. નાગરિકો હક્ક – દાવા અને વાંધા અરજીઓ આજથી બારમી ડિસેમ્બર સુધી રજૂ કરી શકશે. મુસદ્દામાં જણાવેલી તારીખો મુજબ, ત્રીસમી નવેમ્બર અને આઠમી ડિસેમ્બર ખાસ ઝુંબેશની તારીખ જાહેર કરાઇ છે. આ સાથે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા 24મી ડિસેમ્બર સુધીમાં હક્ક- દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરાશે. જ્યારે છઠ્ઠી જાન્યુઆરી, 2025ના દિવસે મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.