આજે 21 માર્ચ એટલે વિશ્વ વન દિવસ છે. બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીને હરીયાળું બનાવવા ‘ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ’ અમલમાં મુકાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મિયાવાકી પદ્ધતિથી 10 હજારથી વધુ રોપા તૈયાર કરાયા છે. વન વિભાગના આ અભિયાને પર્યાવરણ સંરક્ષણની સાથે સ્થાનિક સ્તરે રોજગારીના અવસર પણ સર્જયા છે. આ અંગે ત્યાંના સ્થાનિક દિલીપ કોદરવીએ વધુ માહિતી આપી
વિશ્વ વન દિવસની આ વર્ષની થીમ છે. વન અને ખોરાક.. આ વિશે ઉત્તર ડાંગના નાયબ વન સંરક્ષક ડી.એન.રબારીએ વધુ માહિતી આપી.
સુરત જિલ્લાના ઓલપાડના નઘોઈ ગામમાં મિયાવાકી પદ્ધતિથી 1.50 હેકટરમાં વનકવચનું નિર્માણ કરાયું છે, આ કાર્યમાં મહિલા વનરક્ષક હેતલબેન જાલંધરાએ મહત્વનું યોગદાન આપી ખારાપાટ ધરાવતી ગાંડા બાવળથી ભરેલી જમીન પર 58 જાતિના 15 હજાર વૃક્ષો ઉછેર્યા છે.
Site Admin | માર્ચ 21, 2025 6:59 પી એમ(PM) | બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીને હરીયાળું બનાવવા ‘ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ’ અમલમાં મુકાયો
