બનાસકાંઠા અધિક જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ગઇકાલે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લાકક્ષાએથી નિકાલ કરાયો હતો. બનાસકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધિ સાવજી ચૌધરી જણાવે છે કે, સ્વાગત કાર્યક્રમમાં છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ ન નોંધવા અંગે, એસ.ટી.બસ મથક ચાલુ કરવા, પાણીને લગતા પ્રશ્નો, મિલકત પત્રને લગતા પ્રશ્નો રજૂ કરાયા હતા.
Site Admin | નવેમ્બર 29, 2024 8:51 એ એમ (AM)
બનાસકાંઠા અધિક જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ગઇકાલે જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો
