ડિસેમ્બર 21, 2025 7:17 પી એમ(PM)

printer

બનાસકાંઠામાં 24 લાખ રૂપિયાથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

બનાસકાંઠામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ 24 લાખ રૂપિયાથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે, ચંડીસર ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ –G.I.D.C. પાલનપુર ખાતે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણની માહિતી મળતાં તંત્રએ દરોડા પાડી આ જથ્થો કબજે કર્યો હતો.
તપાસ દરમિયાન શંકાસ્પદ ઘી અને ભેળસેળમાં ઉપયોગમાં લેવાતી વસ્તુના નવ નમૂના લઈ તેને ખાદ્ય પ્રયોગશાળામાં મોકલાયા છે. આ સાથે જ જવાબદારો સામે ખાદ્ય સલામતી અને ધારાધોરણ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.