બનાસકાંઠામાં વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ બનાસકાંઠા હેઠળ જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે 283 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા. તેમાં માર્ગ અને મકાન વિભાગ બનાસકાંઠા દ્વારા ખાનગી કંપની સાથે 210 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા છે.
આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આરામદાયક ક્ષેત્રમાંથી બહાર આવી નવા ધંધા-રોજગાર શરૂ કરવા યુવાનોને પ્રેરિત કર્યા. તેમણે કહ્યું, આગામી સમયમાં બનાસકાંઠામાં દેશનું સૌથી મોટું સંવર્ધન કેન્દ્ર બનાવાશે.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ઉદ્યોગ માટે સરકારની સરળ નીતિઓ જિલ્લાના વિકાસને ઝડપી બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. વિશ્વની અગ્રણી 100 કંપની આજે રાજ્યમાં હોવાનું પણ મંત્રીશ્રીએ ઉમેર્યું.
Site Admin | સપ્ટેમ્બર 26, 2025 7:17 પી એમ(PM)
બનાસકાંઠામાં સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે 283 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા