બનાસકાંઠામાં કમોસમી વરસાદને પગલે વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ અને વાહન વ્યવહાર રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.મંત્રીશ્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકાર ખેડૂતોને લઈને સંવેદનશીલ છે. તેમણે ખેતીવાડી વિભાગને ત્વરિત હેલ્પલાઇન નંબર ઊભો કરવા જણાવ્યું હતું.આ સાથે તેમણે ખેડૂતોએ બનાવેલા રિચાર્જ કુવા સ્ટ્રક્ચરની સરાહના કરી હતી કારણ કે કમોસમી વરસાદના પગલે આ રિચાર્જ થકી તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરી શકાયો હતો.
Site Admin | ઓક્ટોબર 31, 2025 9:58 એ એમ (AM)
બનાસકાંઠામાં કમોસમી વરસાદને પગલે પર્યાવરણ રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળીએ સમિક્ષા બેઠક યોજી
 
		 
									 
									 
									 
									 
									