ફેબ્રુવારી 28, 2025 7:27 પી એમ(PM)

printer

બનાસકાંઠામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મંદિરથી ગબ્બર ટેકરી સુધીના વિસ્તારનો એક હજાર 200 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરાશે

બનાસકાંઠામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મંદિરથી ગબ્બર ટેકરી સુધીના વિસ્તારનો એક હજાર 200 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરાશે. ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, “અંબાજી મંદિર, ગબ્બર ડુંગર મંદિર અને 51 શક્તિપીઠને જોડતા શક્તિ કૉરિડોરમાં આવતી સરકારી જમીનમાં કરાયેલા 79 જેટલા બિનઅધિકૃત બાંધકામ દૂર કરાયા છે.શ્રી પટેલે ઉમેર્યું, “પવિત્ર યાત્રાધામ વિકાસ બૉર્ડે બનાવેલી વિકાસ યોજના આધ્યાત્મિકતાને આધુનિક માળખાગત સુવિધાઓ સાથે જોડશે અને આસપાસના પર્યાવરણનું
રક્ષણ પણ કરાશે. આ ઉપરાંત ગબ્બર ટેકરી પરની જ્યોત અને મંદિરના વિશા યંત્ર વચ્ચે એક સરળ જોડાણ બનશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.