બનાસકાંઠામાં અંબાજી વિસ્તારના માર્બલ એટલે કે, આરસપહાણને G.I. ટૅગ એટલે કે, ભૌગોલિક સંકેત મળ્યો છે. આ સાથે જ અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સલામત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે G.I. ટૅગને શ્રદ્ધાની સાથે કુદરતી સંપત્તિ અને ઔદ્યોગિક ગૌરવનું પ્રતિક ગણાવ્યું.
ઉલ્લેખનીય છે કે, અંબાજીના આરસપહાણ તેની દૂધિયા સફેદ ચમક, ટકાઉપણું અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતા છે. તે ગુજરાતની ધરતીની કુદરતી સૌંદર્ય અને પરંપરાગત હસ્ત કૌશલ્યનું પ્રતિક છે.
ઉદ્યોગ મંત્રાલય દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના હસ્તે બનાસકાંઠાના ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રિત સિંઘને G.I. ટૅગનું પ્રમાણપત્ર અર્પણ કરાયું હતું.
Site Admin | નવેમ્બર 13, 2025 7:13 પી એમ(PM)
બનાસકાંઠામાં અંબાજી વિસ્તારના માર્બલને G.I. ટૅગ મળ્યો