ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 25, 2025 9:12 એ એમ (AM)

printer

બનાસકાંઠામાંથી નવા વાવ-થરાદ જિલ્લા સહિત રાજ્યમાં નવા 17 તાલુકાની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી

રાજ્યમાં નવા 17 તાલુકાઓની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં તાલુકાઓની સંખ્યા હવે 265 થશે.મહીસાગરના સંતરામપુર અને પંચમહાલના શહેરામાંથી ગોધર તથા લુણાવાડામાંથી કોઠંબા તાલુકાની રચના કરાઇ છે. જ્યારે નર્મદાના ડેડીયાપાડામાંથી ચીકદા, વલસાડના વાપી ગ્રામ્ય, કપરાડા અને પારડીમાંથી નાનાંપોંઢા, બનાસકાંઠા જિલ્લાના થરાદમાંથી રાહ, વાવમાંથી ધરણીધર, કાંકરેજમાંથી ઓગડ, દાંતામાંથી હડાદ, દાહોદ જિલ્લાના ઝાલોદમાંથી ગોવિંદગુરુ લીમડી અને ફતેપુરામાંથી સુખસર તાલુકાની રચનાને મંજૂરી અપાઈ છે. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવીમાંથી કદવાલ, ખેડા જિલ્લાના કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ, અરવલ્લીના ભિલોડામાંથી શામળાજી અને બાયડમાંથી સાઠંબા, તાપીના સોનગઢમાંથી ઉકાઈ, સુરત જિલ્લાના માંડવીમાંથી અરેઠ અને મહુવામાંથી અંબિકા તાલુકાની રચના કરવામાં આવી છે.