બનાસકાંઠાના પાલનપુર ખાતે અંદાજે 123 કરોડ રૂપિયાના ખર્ચે નવી જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત ભવનનું નિર્માણ થશે. સોશિયલ મીડિયા સંદેશમાં જિલ્લા કલેકટરે માહિતી આપતા જણાવ્યું કે હયાત કચેરીઓની જગ્યાએ બે નવી જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત ભવન બનાવવામાં આવશે. આ આધુનિક ભવનથી નાગરિક સેવાઓ વધુ ઝડપી, સુગમ અને કાર્યક્ષમ બનશે, જેના પરિણામે જનસેવાનો અનુભવ નવી ઊંચાઈએ પહોંચશે.
Site Admin | નવેમ્બર 16, 2025 2:45 પી એમ(PM)
બનાસકાંઠાના પાલનપુર ખાતે અંદાજે 123 કરોડ રૂપિયાના ખર્ચે નવી જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત ભવનનું નિર્માણ થશે.