બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં સર્જાયેલી દુર્ઘટના મામલે રચાયેલી વિશેષ તપાસ દળ-SITની ટીમે આજે ઘટનાસ્થળની મુલાકાત લીધી.
SITના અધ્યક્ષ અને IAS ભાવિન પંડ્યા, અન્ય સભ્યો નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશાલ વાઘેલા, ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળાના નિયામક એચ.પી.સંઘવી અને માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર જે.એ.ગાંધીએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ સાથે સાથે ટેક્નિકલ અને ફોરેન્સિક નિષ્ણાંતની ટીમ પણ હાજર રહી હતી.
SITના અધ્યક્ષ ભાવિન પંડ્યાએ જણાવ્યું કે, આ ટીમ ગોડાઉનમાં ચાલતી કામગીરી, વિસ્ફોટના કારણો સહિતના મુદ્દા અંગે તપાસ કરશે.
દરમિયાન આજે દુર્ઘટનાના આરોપી અને કંપનીના માલિક પિતા-પુત્રને ડીસાની કોર્ટમાં રજૂ કરાયા હતા.
Site Admin | એપ્રિલ 3, 2025 7:58 પી એમ(PM)
બનાસકાંઠાના ડીસા ગોડાઉન દુર્ઘટનાના આરોપીઓને અદાલતમાં રજૂ કરાયા-SITએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી
