ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 7, 2025 8:58 એ એમ (AM)

printer

બનાસકાંઠાના ચંડીસરમાંથી બનાવટી ઘી બનાવતી ફેકટરી ઝડપાઇ

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની બનાસકાંઠા વર્તુળ કચેરી દ્વારા ઘી બનાવી લાઈસન્સ વગરના ચંડીસર જી.આઇ.ડી.સી એરીયાના પ્લોટના ગોડાઉન પર આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં તપાસ કરતાં ભેળસેળ યુક્ત ઘીના 15 કિલોગ્રામના 124 ટીન અને લેબલ વગરના ઘીના 15 કિલોગ્રામ પેક ટીનના 232 નંગનો શંકાસ્પદ જથ્થો હતો. આ ઘીના કુલ 2 નમુનાઓ ચકાસણી અર્થે લઈ બાકીનો આશરે 5.5 ટનનો 35 લાખ રૂપિયાનો જથ્થો સીઝ કરાયો હતો.ઉત્પાદક પેઢી શ્રી સેલ્સની તપાસ કરતાં ત્યાં ઘી કે અન્ય કોઈ રો-મટીરિયલ્સનો કોઈ જથ્થો માલૂમ પડેલ ન હતો. ઉત્પાદન સ્થળે પામ ઓઇલના ખાલી બોક્સનો જથ્થો મળતા ઉક્ત ઘીમાં પામ ઓઇલની ભેળસેળ કર્યા હોવાની પ્રબળ આશંકા ના આધારે કાર્યવાહી કરવામાં આવી હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્રના વડા ડોક્ટર હેમંત કોષિયાએ જણાવ્યું હતું.