ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 14, 2025 10:35 એ એમ (AM)

printer

બજેટ સત્રનો પ્રથમ તબક્કો ગઇકાલે પૂર્ણ થતાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત કરાઇ

બજેટ સત્રનો પ્રથમ તબક્કો ગઇકાલે પૂર્ણ થતાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત કરાઇ.
લોકસભામાં, સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે, સત્રના પ્રથમ તબક્કામાં 112 ટકા ઉત્પાદકતા નોંધાઈ છે. તેમણે ગૃહને માહિતી આપી કે, સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં 177 સભ્યોએ 17 કલાકથી વધુ સમય સુધી ભાગ લીધો હતો.
તેમણે એમ પણ કહ્યું કે, 170 સભ્યોએ સામાન્ય બજેટ 2025-26 પર ચર્ચામાં ભાગ લીધો હતો. વક્ફ (સુધારા) બિલ 2024 પર સંયુક્ત સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. દરમિયાન, રાજ્યસભા પણ મુલતવી રાખવામાં આવી છે.