ફેબ્રુવારી 1, 2025 7:58 પી એમ(PM)

printer

બજેટ રજૂ થયા બાદ લોકસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી

બજેટ રજૂ થયા બાદ લોકસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. ગૃહની કાર્યવાહીની શરૂઆતમાં મહાકુંભની ઘટના અંગે વિરોધ કરી રહેલા કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ડીએમકે સહિત કેટલાક વિપક્ષી સાંસદોએ ટૂંકા સમય માટે વોકઆઉટ કર્યું હતું. નાણાંમંત્રી દ્વારા રાજ્યસભામાં બજેટની પ્રતિ રજૂ કરાયા બાદ ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. બંને ગૃહની બેઠક હવે સોમવારે મળશે.