માર્ચ 4, 2025 9:31 એ એમ (AM)

printer

બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોના સરળ અમલીકરણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ વેબિનારને સંબોધશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બજેટ બાદના ત્રણ વેબિનારમાં ભાગ લેશે.આ વેબિનારો, M.S.M.E. ને વૃદ્ધિ, ઉત્પાદન, નિકાસ અને પરમાણુ ઉર્જા મિશન, અને નિયમનકારી, રોકાણ અને વ્યવસાય કરવાની સરળતા સુધારાના એન્જિન તરીકે યોજાઈ રહ્યા છે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.અહેવાલ મુજબ આ ત્રણ અલગ અલગ વેબિનારો સરકારી અધિકારીઓ, ઉદ્યોગ નેતાઓ અને વેપાર નિષ્ણાતોને ભારતની ઔદ્યોગિક, વેપાર અને ઊર્જા વ્યૂહરચના પર ચર્ચા કરવા માટે એક સહયોગી મંચ પૂરું પાડશે. આ ચર્ચાઓ નીતિ અમલીકરણ, રોકાણ સુવિધા અને ટેકનોલોજી અપનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી બજેટના પરિવર્તનકારી પગલાંનુ સરળતાથી અમલીકરણ થઇ શકે. બજેટ જાહેરાતોના અસરકારક અમલીકરણ માટે ખાનગી ક્ષેત્રના નિષ્ણાતો, ઉદ્યોગ પ્રતિનિધિઓ અને વિષય નિષ્ણાતો વેબિનારનો ભાગ બનશે.