ડિસેમ્બર 16, 2025 7:19 પી એમ(PM)

printer

બજારમાં વ્યાજબી ભાવે અને સરળતાથી ઘઉં મળી રહે તે માટે આગામી 31 માર્ચ સુધી સ્ટોક મર્યાદા અમલી બનાવાઇ

કેન્દ્ર સરકાર દ્વારા બજારમાં વાજબી ભાવે અને સરળતાથી ઘઉં મળી રહે તથા સંગ્રહખોરી અટકે તે માટે આગામી 31 માર્ચ 2026 સુધી સ્ટોક એટલે કે જથ્થાની મર્યાદા અમલી બનાવવામાં આવી છે.
ઘઉંના સંગ્રહ કરવામાં સુધારો કરી ઘઉંની સંગ્રહખોરી અટકે અને બજારમાં ઘઉં સરળતાથી અને વાજબી કિંમતે ગ્રાહકોને મળે તે હેતુસર ઘઉંના વેપાર સાથે સંકળાયેલા વેપારી સંગઠન, જથ્થાબંધ અને છૂટક વેપારીઓ, બીગ ચેન રિટેઈલર્સ અને પ્રૉસેસર્સ પર સ્ટોક મર્યાદા દાખલ કરવામાં આવી છે. તેમાં ટ્રૅડર, હોલસેલર માટે બે હજાર મૅટ્રિક ટન, રિટેલર અને બીગ ચેઈન રીટેલર માટે આઠ-આઠ મૅટ્રિક ટન તેમજ પ્રૉસેસર માટે 60 ટકા ક્ષમતા મુજબ મર્યાદા નક્કી કરવામાં આવી છે તેમ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.