ડિસેમ્બર 4, 2025 8:15 એ એમ (AM)

printer

બંધ થઈ ગયેલા પંજાબી શીખ સંગતના ભૂતપૂર્વ પ્રમુખ, ગોપાલ સિંહ ચાવલાના પાકિસ્તાન પર ગંભીર આરોપ

ખાલિસ્તાનના હિમાયતી અને હવે બંધ થઈ ગયેલા પંજાબી શીખ સંગતના ભૂતપૂર્વ પ્રમુખ, ગોપાલ સિંહ ચાવલાએ પાકિસ્તાની અધિકારીઓ અને ગુપ્તચર એજન્સીઓ પર હેરાનગતિનો આરોપ લગાવ્યો છે. તેમણે પાકિસ્તાન પર લાંબા સમય સુધી કેદમાં રાખ્યા છે અને તેમના પર ખોટા આરોપો લગાવ્યા છે.
તાજેતરમાં જ સામે આવેલા ઓડિયો સંદેશાઓમાં, ચાવલાએ દાવો કર્યો છે કે તેમને છેલ્લા અઢી વર્ષથી ઘરમાં નજરકેદ રાખવામાં આવ્યા છે.’ખાલસા વોક્સ’ ના એક અહેવાલ મુજબ, ચાવલાએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની અધિકારીઓએ તેમને સતત તેમના પરિવાર સાથે રહેવાની મનાઈ ફરમાવી છે, જ્યારે કેદના સમયગાળા દરમિયાન, તેમને તેમની પત્ની અને બાળકો સાથે માત્ર ચાર કે પાંચ ટૂંકી મુલાકાતો કરાવી હતી… ચાવલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાનમાં 300 થી વધુ ગુરુદ્વારા હાલમાં જમીન માફિયાઓના પ્રભાવ હેઠળ છે. આ ઉપરાંત તેમણે પાકિસ્તાન ઉપર અન્ય ગંભીર આરોપો લગાવ્યાં છે.