રાજ્યસભામાં આજે બંધારણનાં ગૌરવશાળી 75 વર્ષ પરની વિશેષ ચર્ચાનો પુનઃ પ્રારંભ થયો હતો. ચર્ચામાં ભાગ લેતા ગૃહના નેતા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગતપ્રકાશ નડ્ડાએ જણાવ્યું કે,ભારત સૌથી મોટી લોકશાહી હોવાની સાથે સાથે લોકશાહીની જનની છે. તેમણે જણાવ્યું કે, ભારતીય નૈતિકતા મુજબ, લોકશાહીમાં સ્વતંત્રતા, સ્વીકાર્યતા, સમાનતા અને સર્વસમાવેશકતાનો સમાવેશ થાય છે, જે નાગરિકોને ગૌરવપૂર્ણ જીવન જીવવાની મંજૂરી આપે છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્ર બંધારણ સભાના સભ્યોનું ઋણી છે જેમણે ભારતીય બંધારણને આકાર આપ્યો.ટીએમસીના સુસ્મિતા દેવે આક્ષેપ કર્યો કે, રાષ્ટ્રની 40 ટકા સંપત્તિ એક ટકા વસ્તી પાસે છે. તેમણે સરકાર પર મણિપુર મુદ્દે મૌન ધારણ કરવાનો આરોપ મૂક્યો હતો.જેડી (યુ)ના નેતા અને કેન્દ્રીય મંત્રી રામનાથ ઠાકુરે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે, તેણે કટોકટી લાદીને બંધારણ પર હૂમલો કર્યો હતો.ડીએમકેના નેતા એમ પી વિલ્સને આક્ષેપ કર્યો કે, સરકાર સંસદની અવગણના કરી રહી છે. સરકારે ચર્ચા વગર અથવા તો એક કલાકથી પણ ઓછી ચર્ચા દ્વારા લોકસભામાં 221 ખરડા પસાર કર્યા છે.કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું કે, દેશનાં બંધારણીય અને સભ્યતાના મૂલ્યો અત્યંત મહત્વના છે. જેડી (એસ)ના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી એચડી દેવેગૌડાએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો.
Site Admin | ડિસેમ્બર 17, 2024 6:14 પી એમ(PM)
રાજ્યસભામાં આજે બંધારણનાં ગૌરવશાળી 75 વર્ષ પરની વિશેષ ચર્ચાનો પુનઃ પ્રારંભ થયો હતો
