ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી આજે નવી દિલ્હીમાં સંસદ ભવનના પ્રેરણા સ્થળ ખાતે યોજાશે.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, સહિત અનેક મંત્રીઓ, સાંસદો અને અન્ય લોકો બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરશે.આ ઉપરાંત દેશભરમાં ડૉ. બાબસાહેબના કાર્યોને બિરદાવીને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જ્યારે અનેક વિસ્તારોમાં આજના દિવસ નિમિતે યાત્રાઓ પણ યોજવામાં આવી રહી છે.
Site Admin | એપ્રિલ 14, 2025 9:31 એ એમ (AM)
બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આઁબેડકરની જન્મજંયતી નિમિત્તે સંસદમા પુષ્પાંજલી સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન