અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને કડક અલ્ટીમેટમ આપ્યું છે, જેમાં ગાઝામાં બંધક બનેલા તમામ લોકોને તાત્કાલિક મુક્ત કરવાની અને માર્યા ગયેલા લોકોના મૃતદેહ પરત કરવાની માગણી કરવામાં આવી છે.
વ્હાઇટ હાઉસે આતંકવાદી જૂથ સાથે સીધી વાટાઘાટો શરૂ કરી હોવાની પુષ્ટિ કર્યાના થોડા કલાકો પછી ચેતવણી અપાઇ છે. તેમણે હમાસને ખતમ કરવા ઇઝરાયલને જરૂરી સહાય પૂરું પાડવાનું વચન આપ્યું હતું. શ્રી ટ્રમ્પે ચેતવણી આપી કે, જો બંધકોને મુક્ત કરવામાં નહીં આવે તો હમાસનો એક પણ સભ્ય સલામત નહીં રહે.
Site Admin | માર્ચ 6, 2025 2:13 પી એમ(PM)
બંધક બનાવાયેલા તમામ લોકોને તાત્કાલિક મુક્ત કરવા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હમાસને કડક અલ્ટીમેટમ આપ્યું
