બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું છે કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવામાં બંદર ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ન્યૂ મેંગલોર બંદરની સુવર્ણ જયંતિ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના ભારતના સ્વપ્નને સાકાર કરવામાં બંદરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ન્યૂ મેંગલોર બંદર દેશના શ્રેષ્ઠ બંદરોમાંનું એક છે. બંદર હવે સંપૂર્ણપણે સૌર ઉર્જાથી ચાલે છે.
Site Admin | ઓક્ટોબર 15, 2025 7:55 પી એમ(PM)
બંદરો અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું છે કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવામાં બંદર ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે
