ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 30, 2024 3:51 પી એમ(PM)

printer

બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી પર આવેલું ચક્રવાત ફેન્જલ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશામાં વધી રહ્યું છે આગળ

બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી પર આવેલું ચક્રવાત ફેન્જલ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. જે આજે રાત્રે પુડુચેરીમાં ત્રાટકશે તેવી સંભાવના છે. વર્તમાન પરિસ્થિતિને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતીના પગલા રૂપે આશ્રય શિબિરોમાં મોકલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે પાણીનું સ્તર વધી ગયું છે. ભારે પવન અને રનવે પર પાણી જમા થવાને કારણે હવાઈ મથક અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે.
તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આજે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ચેન્નાઈમાં ચક્રવાત નિયંત્રણ કેન્દ્રની મુલાકાત લીધા બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે તિરુવલ્લુર, કાંચીપુરમ, રાનીપેટ અને અન્ય જિલ્લાઓના જિલ્લા કલેક્ટરને જરૂરી પગલાં લેવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું. દરમિયાન ચક્રવાત ફેન્જલને ધ્યાનમાં રાખીને પુડુચેરી વહીવટીતંત્ર કોઈપણ સંજોગોને પહોંચી વળવા માટે સજ્જ કરાયું છે.