બંગાળની ખાડી, ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે બનેલું હવાનું નીચું દબાણ ગઈકાલે રાત્રે વધુ તીવ્ર બની ઊંડા ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. સર્જાયેલુ આ ચક્રવાત આજે સવારે દક્ષિણ ઓડિશાના ગોપાલપુર નજીક દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે.તેના કારણે દરિયાકઠા વિસ્તારોમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ચક્રવાતને કારણે અલ્લુરી, એલુરુ અને એનટીઆર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે જ્યારે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 19, 2025 9:35 એ એમ (AM)
બંગાળની ખાડી, ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે બનેલું હવાનું નીચું દબાણ તીવ્ર બની ઊંડા ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું