ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 22, 2024 3:27 પી એમ(PM)

printer

બંગાળની ખાડીમાં ઉદભવેલા ચક્રવાતને પરિણામે વાવાઝોડું “દાના “ ઓડિશાના કિનારા તરફ આગળ વધ્યું

બંગાળની ખાડીમાં ઉદભવેલા ચક્રવાતને પરિણામે વાવાઝોડું “દાના “ ઓડિશાના કિનારા તરફ આગળ વધી રહ્યું છે. જો કે ભારતીય હવામાનવિભાગે હજુ સુધી આ ગંભીર ચક્રવાતના ભારતમાં ક્યા વિસ્તાર ઉપરથી પસાર થશે એ અંગેનીકોઈ સ્પષ્ટતા કરી નથી. જોકે આ ચક્રવાત તોફાન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફળ આગળ વધશે અને આજે ડિપ્રેશનમાં તેમજઆવતીકાલે ચક્રવાતી તોફાનમાં પરિણમે તેવી શક્યતા છે. ચક્રવાતના પગલે ઓડિશા અનેપશ્વિમ બંગાળના દરિયાકાંઠે 120 કિલોમીટરની પ્રતિકલાક ઝડપે પવન ફૂંકાવાની શક્યતાછે. દરમિયાન, આવતીકાલથીશરૂ થનારી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઓડિશાની ત્રણ દિવસીય મુલાકાતને હાલ મુલતવી રાખવામાંઆવી છે. ઓડિશા સરકારે ગુરુવારે મયુરભંજ, કેઓંઝર, બાલાસોર અને ભદ્રક સહિતના 14 દરિયાકાંઠાના જિલ્લાઓ માટે રેડએલર્ટ જાહેર કરી આવતીકાલથી ત્રણ દિવસ માટે તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.