ડિસેમ્બર 11, 2025 9:44 એ એમ (AM)

printer

ફ્લાઇટ રદ અને વિલંબની સમસ્યાને નિવારવા નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ગુરુગ્રામમાં ઇન્ડિગોની કોર્પોરેટ ઓફિસમાં દેખરેખ ટીમ મૂકી

વ્યાપક ફ્લાઇટ રદ અને વિલંબ બાદ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ ગુરુગ્રામમાં ઇન્ડિગોની કોર્પોરેટ ઓફિસમાં સતત દેખરેખ રાખવા માટે ટીમની રચી છે. એક આદેશમાં, DGCA એ જાહેરાત કરી હતી કે આ પગલાનો હેતુ ફ્લાઇટ વિલંબ અને રદ થવાથી મુસાફરોને થતી અસુવિધાને દૂર કરવાનો છે.ડેપ્યુટી ચીફ ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર કેપ્ટન વિક્રમ શર્માની આગેવાની હેઠળની આઠ સભ્યોની ટીમ કોકપિટ અને કેબિન સ્ટાફ બંને માટે કાફલાની સંખ્યા, ક્રૂ ઉપલબ્ધતા, ઉપયોગના કલાકો, અનિયંત્રિત રજાઓ અને સ્ટેન્ડબાય ક્રૂ સહિતના મુખ્ય ઓપરેશનલ ક્ષેત્રોનું નિરીક્ષણ કરશે. એરલાઇનની ઓફિસમાં દૈનિક રોટેશનલ ધોરણે બે સભ્યો તૈનાત રહેશે. આ ઉપરાંત, DGCA અધિકારીઓ ઐશ્વર સિંહ અને મણિ ભૂષણ દૈનિક રદ, રિફંડ પ્રક્રિયા, સમયસર કામગીરી, મુસાફરોનું વળતર અને સામાન ડિલિવરીનો ટ્રેક રાખશે.